પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા, 10 દિવસમાં ચોથી વાર ઑઇલ મોંઘું

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની ખરી અસર હવે ભારત પર જોવા મળી રહી છે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લાં બે અઠવાડિયાંમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથો વધારો છે.
આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર થઈ ગયો છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2.61નો વધારો થયો છે, એટલે કે દિલ્હીમાં પેટ્રોલ હવે રૂપિયા 102.12માં મળશે.
ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટર રૂપિયા 2.71નો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ પણ હવે રૂપિયા 95.20 પ્રતિ લિટર થઈ ગયો છે.

દિલ્હી ઉપરાંત કોલકાતામાં પેટ્રોલના ભાવ 2.87 રૂપિયા વધીને 113.51 રૂપિયા પ્રતિ લિટર થયા છે, જ્યારે મુંબઈમાં તે 111.21 રૂપિયા પ્રતિ લિટર થયા છે.
ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.46 રૂપિયાનો વધારો થયો છે અને હવે ત્યાં પેટ્રોલનો ભાવ 107.77 રૂપિયા થઈ ગયો છે.
આ પહેલાં 23 મે શનિવારના રોજ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું.
નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌપ્રથમ 15 મેના રોજ પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 19 મેના રોજ આશરે 90 પૈસાનો બીજો વધારો કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
ચાર રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના નુકસાનને પહોંચી વળવા માટે ઑઇલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી.
ચૂંટણી પછી, 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલી વાર 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસો પછી પેટ્રોલના ભાવમાં બે વાર 90 પૈસા અને 94 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે 25 મેના રોજ ચોથી વખત 2.61 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
એકંદરે, ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાર વખત પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.41 રૂપિયાનો વધારો કર્યો છે.
એ જ રીતે, ડીઝલના ભાવમાં ચાર અઠવાડિયામાં રૂપિયા 3 રૂપિયા 90 પૈસા, 91 પૈસા અને 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















