કુંભમાં મચેલી ભાગદોડમાં કેવાં ભયાનક દૃશ્યો સર્જાયાં, જુઓ તસવીરોમાં

બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજ મેળા ઑથૉરિટીનાં ઓએસડી આકાંક્ષા રાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે કેટલીક જગ્યાએ બૅરિયર તૂટવાના સમાચાર છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને કોઈ ગંભીર સ્થિતિ નથી. (તસવીરમાં રડતાં એક મહિલા)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં મચેલી ભાગદોડમાં ઘણા લોકોનાં મૃત્યુ થયાંની આશંકા છે. સ્વાસ્થ્યકર્મીઓ પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, સમાચાર એજન્સી એએફપીને પ્રયાગરાજ સિટીના એક ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા ઘાયલ છે.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, સમાચાર એજન્સી પીટીઆઇએ જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે નિવેદન જાહેર કરીને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, ભાગદોડની આ ઘટના મૌની અમાસના અવસરે શાહી સ્નાન દરમિયાન થઈ છે, સાક્ષીઓનું કહેવું છે કે અચાનક ભીડ બૅરિયર તોડીને સંગમ ઘાટની નજીક બેઠેલા લોકો પર ચઢી ગઈ.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, કુંભમેળામાં ભીડ વધી જતા લોકો બેરકેડથી ઉપર થઈને જતા જોવા મળ્યા હતા
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, કુંભમેળા ડીઆઇજી વૈભવ કૃષ્ણે મંગળવારે સાંજે શ્રદ્ધાળુઓને ઝડપથી સ્નાન કરીને પોતાના ગંતવ્ય સ્થળે જવાની અપીલ કરી હતી. તેમણે એવી પણ અપીલ કરી હતી કે જેને જે ઘાટ પર જગ્યા મળે એ ત્યાં જ સ્નાન કરી લે.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, ધાર્મિક ગુરુઓએ પણ વારંવાર અપીલ કરી છે કે સંગમ ઘાટ અને અન્ય ઘાટ પર સ્નાનનું મહત્ત્વ સમાન જ છે, તેથી શ્રદ્ધાળુઓને જ્યાં જગ્યા મળે ત્યાં સ્નાન કરી લે.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, યુપી પોલીસે પણ શ્રદ્ધાળુઓને રાત્રે ઘાટ પર જ ન સૂવાની, સામાન ન છોડવાની અને ઘાટની નજીક રહેલા લોકોને જલદી સ્નાન કરીને અન્યોને તક આપવાની અપીલ કરી હતી.
બીબીસી ગુજરાતી, કુંભમેળો, પ્રયાગરાજ, કુંભમાં નાસભાગ, કુંભમાં ભાગદોડ
ઇમેજ કૅપ્શન, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા કુંભમેળામાં છ શાહી સ્નાન થવાનાં, જેમાંથી બે થઈ ચૂક્યાં છે, જ્યારે ત્રીજું શાહી સ્નાન બુધવારે છે. ચોથું શાહી સ્નાન 3 ફેબ્રુઆરી, પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરી અને છઠ્ઠું અને અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીના રોજ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.