You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફૂંકાશે તોફાની પવનો, આ જિલ્લાઓમાં તોફાન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફૂંકાશે તોફાની પવનો, આ જિલ્લાઓમાં તોફાન સાથે ભારે વરસાદની આગાહી
પ્રકાશિત
ગુજરાતમાં 30 મેથી 8-9 જૂન સુધી તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખાને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે.
30 મેના રોજ કચ્છ, ઉત્તર અને પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે.
ત્યાર બાદ 1 અને 2 જૂનથી વરસાદનું જોર વધશે અને ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની પણ શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થઈ શકે છે.