You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીટ પેપરલીકનાં આરોપી મનીષા મંધારેની ધરપકડ
નીટ પેપરલીકનાં આરોપી મનીષા મંધારેની ધરપકડ
પ્રકાશિત
નીટ પેપરલીકનાં વધુ એક આરોપી મનીષા મંધારેને સીબીઆઇની હિરાસતમાં મોકલવામાં આવ્યાં છે.
દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે આરોપી મનીષા મંધારેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બીબીસી મરાઠી અનુસાર, મનીષા મંધારેને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએનાં ઍક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
હવે સામે આવ્યું છે કે તેમને બૉટની અને ઝૂલૉજી વિષયોનાં પ્રશ્નપત્રો સુધીનું એક્સેસ હતું.
મનીષા મંધારે પુણેની એક અગ્રણી કૉલેજમાં બૉટનીનાં સિનિયર પ્રોફેસર છે.
તેમનું નામ આ મામલે સામે આવ્યા બાદ સીબીઆઇએ તપાસ કરી અને પછી દિલ્હીમાં તેમની ધરપકડ કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન