અમદાવાદ પ્લેન ક્રૅશ : 'મને એનું મોઢું જોવા ન મળ્યું...' 15 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારની વ્યથા
ચેતવણી: કેટલાંક દૃશ્યો અને વિવરણ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
12મી જૂન, 2025ના રોજ ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ઉડ્ડાણની ગણતરીની સેકન્ડોમાં ક્રૅશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક વ્યક્તિનો બચાવ થયો હતો.
વિમાન દુર્ઘટનાને કારણે ન કેવળ તેમાં સવાર મુસાફરો, પરંતુ જ્યાં પડ્યું, ત્યાં પણ 19થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગણતરીની મિનિટોમાં અનેક જિંદગીઓ હંમેશાં બદલાઈ ગઈ.
દુર્ઘટનામાં પટ્ટણી પરિવારના 15 વર્ષના દીકરા આકાશનું મૃત્યુ થયું હતું, જ્યારે માતાને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના એક વર્ષ બાદ બીબીસી ગુજરાતીએ પટ્ટણી પરિવારની મુલાકાત લીધી અને જાણ્યું કે આજે તેઓ કેવી પરિસ્થિતિમાં છે.
એ સમયે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં માતા સીતાબહેન આજે કેવી સ્થિતિમાં છે અને દીકરાને કેવી રીતે યાદ કરે છે.
રિપોર્ટ : રૉક્સી ગાગડેકર છારા
શૂટ : કુશલ બાટુંગે
ઍડિટ : રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



