'હોર્મુઝમાં સુરક્ષિત અવરજવર માટે અમારો સહયોગ જરૂરી', ઈરાને આવું શા માટે કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)એ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત અવરજવર માત્ર તેમની સાથેના સમન્વય અને જે રસ્તો ઈરાન બતાવે તેના મારફતે જ સંભવ છે.
ઈરાની મીડિયાના રિપોર્ટ અનુસાર, આઈઆરજીસીની નૌસેનાએ 'હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર માટે એક નવા માર્ગની ઘોષણા' પર પ્રતિક્રિયા આપી હતી.
આઈઆરજીસીનાં નિવેદનો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાનો આ જ વૈધ માર્ગ છે. જે ઈરાન દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે, જહાજોને માત્ર ચૅનલ 16ના માધ્યમથી સંપર્ક કરવો જોઈએ અને ઈરાની સેનાની સાથે સમન્વય સ્થાપિત કરીને અવરજવર કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કાલે ઓમાને ઘોષણા કરી હતી કે હોર્મુઝ સામુદ્રધુનીમાં અવરજવરને સરળ અને ઝડપી બનાવવા માટે તેણે એક નવો સમુદ્રી માર્ગ ખોલી દીધો છે. જોકે, આઈઆરજીસીના નિવેદનમાં એ સ્પષ્ટ ન કરવામાં આવ્યું કે તેનો ઇશારો કયા માર્ગ પર છે.
'ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકા માટે મોટું સંકટ સાબિત થયું', ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકા વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઍક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે અમેરિકાને સમજમાં આવી ગયું છે કે મધ્ય-પૂર્વમાં રહેવું તેના માટે ફાયદાકારક નથી.
તેમણે ઍક્સ પર લખ્યું, "આ યુદ્ધને કારણે, અમેરિકા આખરે એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે આ ક્ષેત્રમાં રહેવું તેના માટે ફાયદાકારક નથી."
તેમણે આગળ લખ્યું, "ઇઝરાયલની નારાજગી છતાં, જો અમેરિકાને અહીંથી બહાર નીકળવાનો રસ્તો મળે તો તે અપનાવશે. કારણકે ઇઝરાયલે જ તેને આ યુદ્ધમાં ધકેલ્યું હતું. અને તે તેના માટે મોટુ સંકટ સાબિત થયું. ઇઝરાયલ અમેરિકાને માત્ર બીનજરૂરી સંઘર્ષોમાં ધકેલે છે."
પશ્ચિમ યુરોપમાં ભીષણ હીટવેવ, ફ્રાન્સમાં અત્યારસુધીનો સૌથી ગરમ દિવસ

ઇમેજ સ્રોત, Annice Lyn/Getty Images
પશ્ચિમ યુરોપમાં ભીષણ હીટવેવને કારણે ઘણા દેશોમાં ઊંચું તાપમાન નોંધાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્રાન્સે પોતાના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ જોયો, જ્યારે કે બ્રિટનમાં જૂન મહિનામાં રેકૉર્ડ તાપમાન નોંધાયું હતું. સ્પેનમાં 1950 બાદ દિવસનું સૌથી વધુ તાપમાન રેકૉર્ડ કરવામાં આવ્યું હતું.
યુરોપમાં કરોડો લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, મહાદ્વીપના મોટા ભાગના વિસ્તારોમાં રેડ હીટ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આખા ફ્રાન્સમાં 1947થી જ્યારે તાપમાન નોંધવાની શરૂઆત થઈ ત્યારથી લઈને આ દિવસ સૌધી ગરમ હતો.
દેશના અડધા વિસ્તારોમાં રેડ ઍલર્ટ જારી છે. જ્યારે કે પશ્ચિમ વિસ્તારોમાં હજારો ઘરોમાં વીજળી નથી.
જળવાયુ પરિવર્તન દુનિયાભરમાં તાપમાન વધારી રહ્યું છે. પરંતુ તેનો પ્રભાવ યુરોપમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અનુસાર, યુરોપ દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થનારો મહાદ્વીપ છે. અહીં તાપમાનની સરેરાશ વૈશ્વિક સરખામણીએ લગભગ બમણી ઝડપે વધી રહી છે.
પરિણામે ગરમીની સિઝનમાં હીટવેવની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. જળસંસાધનો પર દબાણ વધી રહ્યું છે અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.
'જો ઈરાન પોતાના વાયદા પૂરા નહીં કરે તો....', અમેરિકાના વિદેશ મંત્રી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનું કહેવું છે કે ઈરાન માટે 60 દિવસોની પ્રતિબંધોમાં અપાયેલી રાહત એક અસ્થાયી પગલું છે અને અમેરિકાને આશા છે કે ઈરાન સમજૂતી અંતર્ગત થયેલા પોતાના વાયદાઓ પૂરા કરશે.
બીબીસી ઉર્દૂ પ્રમાણે, કુવૈત સિટીમાં પત્રકારો સાથેની વાતચીત કરતાં માર્કો રુબિયોએ કહ્યું કે જો ઈરાન પોતાના વાયદા પૂરા નહીં કરે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ઘણા વિકલ્પો છે, જેમાં પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાનું સામેલ છે.
તેમણે કહ્યું, "હું એ નથી કહેતો કે આવું નિશ્ચિત પ્રકારે થશે, પરંતુ રાષ્ટ્રપતિ પાસે અધિકાર છે કે પ્રતિબંધો ફરીથી લાગુ કરી શકાય."
માર્કો રુબિયોએ કહ્યું કે ઈરાને સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલી વાતચીત દરમિયાન સ્પષ્ટ વાયદાઓ કર્યા હતા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આ વચનોનું પાલન કરવાનું જરૂરી છે.
તેમણે આગળ કહ્યું કે જો ઈરાન પોતાના વાયદા પૂરા નથી કરતા, તો પ્રગતિ ચાલુ રહેશે, નહીં તો અમેરિકા પાસે સ્થિતિને પહોંચી વળવા માટે બીજા રસ્તાઓ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























