Gujarat Monsoon : બંગાળની ખાડીમાં બનેલી કઈ સિસ્ટમની ગુજરાત પર અસર થશે, વરસાદ ક્યારે પડશે?

વીડિયો કૅપ્શન, Gujarat Monsoon : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
Gujarat Monsoon : બંગાળની ખાડીમાં બનેલી કઈ સિસ્ટમની ગુજરાત પર અસર થશે, વરસાદ ક્યારે પડશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને ગુજરાત નજીક બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે.

આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે, ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

વરસાદ ખેંચાતા જે ખેડૂતોએ હજુ વાવણી નથી કરી તેમની ચિંતા હજુ પણ યથાવત્ છે, કારણ કે સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદની શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે.

જુદા જુદા વેધર મૉડલ મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ 25-26 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે છે.

ચોમાસું, ગુજરાતમાં વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન