You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારે દીકરી નથી તો એની ખોટી એ પૂરી કરે છે', ચકલીને પુત્રી માનતાં હરપ્રીતની કહાણી
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના 2025ના અહેવાલ મુજબ, સમગ્ર ભારતમાં ચકલીઓ ભયજનક રીતે ગાયબ થઈ રહી છે. જોકે, પંજાબના મોગાના નિધાનવાલા ગામનાં હરપ્રીતકોર ચકલીઓને આશ્રય આપવા માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "એ મારી પ્રિય છે અને હું તેમનું ધ્યાન રાખું છું અને તેને કુંવરીઓ કહું છું, તે મારી દીકરીઓ જેવી છે. મારે દીકરી નથી તો એ એની ખોટ પૂરી કરે છે. તે મારા જીવનનો ભાગ છે."
મોગા જિલ્લાના નિધાવાળા ગામમાં રહેતાં હરપ્રીતકોરનું ઘર માત્ર એક ઘર નથી. એ સેંકડો ચકલીઓનો એક વિસ્તાર છે, જે હાલ પંજાબમાંથી ઝડપથી ગાયબ થઈ રહી છે. હરપ્રીતકોર માટે આ ચકલીઓ હવે જિંદગી જીવવાનો ઉદ્દેશ બની ગઈ છે.
તેઓ 2013થી ચકલીઓ માટે તેમના ઘરમાં માળા બનાવડાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે પ્રથમ વખત તેમણે ચકલીઓ રહેવા માટે પૂઠાંનો માળો બનાવ્યો હતો.
હરપ્રીત જણાવે છે કે અત્યારે તેમના ઘરમાં સેંકડો ચકલીઓ રહે છે, જેની સંભાળ તેઓ ખુદ રાખે છે.
ચકલીઓને બોલાવવા માટે પણ હરપ્રીત એક ખાસ ઉપાય વાપરે છે.
હરપ્રીત આ ચકલીઓને પોતાની દીકરીઓ માને છે. તેઓ જણાવે છે કે જ્યારે તેઓ શારીરિક રીતે બીમાર હતાં, ત્યારે આ ચકલીઓએ તેમને આધાર આપ્યો.
રિપોર્ટ: નવજોતકોર
કૅમેરા અને સંપાદન: મયંક મોંગિયા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન