You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળના મુખ્ય મંત્રી બનેલા વીડી સતીશન કોણ છે?
કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વે કેરળના મુખ્ય મંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી કરી છે, તેમણે મુખ્ય મંત્રીપદના શપથ લીધા છે.
61 વર્ષના વીડી સતીશન એવા આક્રમક કૉંગ્રેસ નેતા તરીકે ઓળખાય છે, જેમણે એલડીએફના કડક છબીવાળા મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન સામે સીધી ટક્કર ઝીલી.
સતીશને પોતાની કૅરિયરની શરૂઆત કેરળ હાઇકોર્ટમાં એક વકીલ તરીકે કરી હતી.
જોકે રાજકારણમાં તેમની રુચિ વિદ્યાર્થી જીવનથી જ શરૂ થઈ હતી.
તેઓ પહેલી વખત 2001માં વિધાનસભા માટે ચૂંટાયા અને ત્યારથી લઈને અત્યાર સુધી પારાવુર વિધાનસભા ક્ષેત્રથી સતત દરેક ચૂંટણી જીતતા આવ્યા છે.
સતીશને અગાઉની એલડીએફ સરકાર અને તેના મુખ્ય મંત્રી વિજયન સામે કડક વલણ અપનાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન