ભૂતની અફવાને કારણે આખી સ્કૂલ ખાલી થઈ ગઈ
ભૂતની અફવાને કારણે આખી સ્કૂલ ખાલી થઈ ગઈ
પ્રકાશિત
મહારાષ્ટ્રના મેલઘાટસ્થિત ડોમા આશ્રમ શાળામાં ભૂત હોવાની અફવા ફેલાતા તમામ 608 વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
હૉસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, કેટલીક વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા અને તબિયત લથડવાની ઘટનાઓ બાદ વાલીઓ બાળકોને ઘરે લઈ ગયા હતા.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને મનોચિકિત્સકની તપાસમાં વિદ્યાર્થીઓમાં ડિસોસિએટિવ કન્વર્ઝન સિમ્પ્ટમ્સ અને તણાવ હોવાનું સામે આવ્યું છે.
હાલ તંત્ર અને સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ફરી શાળાએ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



