ગુજરાતમાં ફરી મજબૂત સિસ્ટમ પહોંચવાની શક્યતા છે? વરસાદની શું છે આગાહી?

ગુજરાતમાં ફરી મજબૂત સિસ્ટમ પહોંચવાની શક્યતા છે? વરસાદની શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી 10 થી 11 દિવસ સુધી બંગાળની ખાડીની આસપાસ લો પ્રેશર એરિયા જેવી સિસ્ટમ બનતી રહેશે, પરંતુ તે આગામી 10 થી 12 દિવસ સુધી ગુજરાત તરફ આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે.

હવામાન વિભાગ અનુસાર સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ જ રહેશે અથવા આગળ વધીને નબળી પડી જશે.

તેથી 2 થી 3 સપ્ટેમ્બર સુધી મોટી સિસ્ટમ ન આવવાને કારણે ગુજરાતમાં ઑગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ વધવાની કે નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે.