કચ્છ : 'એક દિવસ, એક વણજોયું મુહૂર્ત અને હજારો નવયુગલોનાં લગ્નનો રિવાજ
કચ્છ : 'એક દિવસ, એક વણજોયું મુહૂર્ત અને હજારો નવયુગલોનાં લગ્નનો રિવાજ
પ્રકાશિત
કચ્છના આહીર સમુદાયના લોકો માટે 'વૈશાખ વદ અંધારી તેરસ'ના દિવસે લગ્ન કરવાનું વણલખ્યું મુહૂર્ત છે.
આ વર્ષે આ સમુદાયનાં એકસાથે 1132 લગ્નો યોજાયાં હતાં.
પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે હજારથી વધુ નવયુગલોએ લગ્ન કર્યાં હતાં.
જે લોકો આ વર્ષે નહીં પરણે તેમણે આવતા વર્ષની રાહ જોવી પડશે એવો નિયમ છે.
કચ્છના ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને નખત્રાણા પંથકમાં વસતો પ્રાંથળિયા આહીર સમાજ આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરાને વળગી રહ્યો છે.
આ સમુદાયના લોકોનું કહેવું છે કે આ તેમની વર્ષોથી ચાલતી પરંપરા છે અને આ તેમના માટે દિવાળી જેવો માહોલ છે.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



