You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક જ પરિવારના 83 સભ્યો એકસાથે કેવી રીતે રહે છે?
એક જ પરિવારના 83 સભ્યો એકસાથે કેવી રીતે રહે છે?
પ્રકાશિત
આંધ્ર પ્રદેશમાં એક છત નીચે 83 સભ્યો સાથે રહે છે. અનંતપુર જિલ્લાના કુર્લાપલ્લી ગામના નાગપ્પા પરિવારે એક અનોખી મિસાલ રજૂ કરી છે.
નાગપ્પા પરિવારની 6 પેઢીઓના 83 લોકો છે, જેઓ આજે સંયુક્ત કુટુંબમાં રહે છે.
આ પરિવાર નજીક નજીક બનેલાં ચાર ઘરોમાં રહી રહ્યો છે.
જોકે, આખો પરિવાર એક જ રસોડે જમવાની સાથે અલગ-અલગ જવાબદારીઓ પણ સામૂહિક રીતે ઉપાડે છે.
આ પરિવારમાં 14 વહુઓ અને 6 બહેનો મળીને 20 મહિલા છે.
ઘરના વડીલોનું કહેવું છે કે, આટલા બધા સભ્યો સાથે રહેતા હોવા છતાં પણ બહુ ઓછા મતભેદો ઊભા થાય છે.
જ્યારે પણ મહિલાઓ વચ્ચે કોઈ મતભેદો થાય તો તેઓ અંદરોઅંદર ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવી દે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન