ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે, હવામાન વિભાગે શું આગાહી કરી?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસું ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જામ્યું છે. શનિવારે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ મુશળધાર વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં કેટલાંક સ્થળોએ અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારીમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો.
સાર્વત્રિક વરસાદ પડતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ 57 સેમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારીમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતના નવસારી, તાપી, સુરત, પાટણ અને જૂનાગઢ, ગીર સોમનાથ અન રાજકોટમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ભરૂચ, સુરત, વલસાડમાં પણ છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર જુલાઈએ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીમાં અમરેલીના ખાંભામાં 7.36 ઇંચ વરસાદ પડી ગયો હતો, નવસારીના ગણદેવીાં 6.14 ઇંચ વરસાદ અને ચીખલીમાં 5.51 ઇંચ વરસાજ નોંધાયો છે.
રવિવારે પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે.
રવિવાર સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધાના આંકડા અનુસાર અમરેલી જિલ્લાના રાજુલામાં 2.10 ઇંચ, ભાવનગરના મહુવામાં 1.30 ઇંચ, રાજકોટના ગોંડલમાં 0.94 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં મધરાત્રિથી વરસાદ જામ્યો છે.
ચોટીલા તાલુકામાં સૌથી વધારે 62 મિમી વરસાદ નોંધાયો છે અને લીંબડીમાં 52 મિમી, થાનગઢમાં 35 મિમી, ચુડામાં 41 મિમી વરસાદ નોંધાયો છે.
બોટાદ જિલ્લામાં બરવાળામાં 54 ઇંચ, બોટાદમાં 47 મિમી અને રણપુરમાં 40 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ક્યાં અતિભારે વરસાદની આગાહી છે

ઇમેજ સ્રોત, IMD
રવિવારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળના ખાડી વિસ્તારોમાં લો પ્રેશર એરિયાની સ્પષ્ટ સ્થિતિ છે. તેની અસરને કારણે આવતા ચાર-પાંચ દિવસ મધ્ય ભારતના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. ચારથી સાત જુલાઈ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર-કોંકણના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચારથી છ તારીખ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારો તથા પાંચ તારીખે સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે.
માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદની આગાહી, ક્યાં કેટલો વરસાદ પડશે

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાંચ જુલાઈએ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો કેટલાંક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટમાં છુટાછવાયાં સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતના સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ જિલ્લાઓમાં છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના બોટાદ અને દ્વારકા જિલ્લાઓમાં પણ કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી છે.
ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, આણંદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
છ જુલાઈના દિવસે હવામાન વિભાગે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં છુટાછવાયાં સ્થળો પર મુશળધાર વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના પોરબંદર તથા બોટાદના છુટાછવાયાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ઇમેજ સ્રોત, IMD
સાત જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળો પર મુશળધાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનાં છુટાછવાયાં સ્થળો અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાનાં છુટાછવાયાં સ્થળો અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અને વડોદરા તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આઠ જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયાં સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ડાંગ, સુરત, તાપી જિલ્લાના છુટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં અને દીવમાં છુટાછવાયાં સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.
નવ જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી, વલસાડ અને અમરેલી તથા ભાવનગરમાં છુટાછવાયાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
10 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.
ચોમાસું ક્યાં પહોંચ્યું

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ અનુસાર ચાર જૂલાઈ સુધી, ચોમાસું જામનગર, ઉદયપુર, અજમેર, ઝુંઝુનૂં, હિસાર, ભટિંડા થઈને પસાર થઈ રહ્યું છે.
આવતા ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાત, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























