You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ રથયાત્રામાં કરતબ કરતી યુવતીઓ
અમદાવાદ રથયાત્રામાં કરતબ કરતી યુવતીઓ
પ્રકાશિત
જગન્નાથ રથયાત્રામાં સામાન્ય રીતે અખાડાના કરતબોમાં પુરુષો વધુ જોવા મળે છે, પરંતુ આ વર્ષે યુવતીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે.
અખાડામાં યુવતીઓ વરંડી, લાકડી દાવ, ચક્ર અને તલવારબાજી જેવા વિવિધ કરતબો રજૂ કરી રહી છે.
કેટલીક યુવતીઓ છેલ્લા કેટલાક સમયથી તો કેટલીક છેલ્લા બે મહિનાથી આ માટે તાલીમ મેળવી રહી છે.
આ ઉપરાંત, રથયાત્રા માટે યુવતીઓએ માતા સુભદ્રાજીનું સ્વરૂપ પણ ધારણ કર્યું છે, જેના માટે દોઢથી બે મહિના જેટલી તૈયારીઓ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન