ભારતનું ઑપરેશન સિંદૂરઃ 10 તસવીરોમાં જુઓ ભારતે પાકિસ્તાનમાં જ્યાં હુમલા કર્યા ત્યાં કેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વર્ષ 2025ની 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા હતા. તેના કારણે ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને પાકિસ્તાન સરકારના કહેવા પ્રમાણે 31 લોકો પણ માર્યા ગયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા.

ભારતે કેટલી જગ્યાએ હુમલા કર્યા તેની સંખ્યા વિશે બંને દેશોએ અલગ અલગ દાવા કર્યા હતા. ભારતના દાવા પ્રમાણે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કુલ નવ જગ્યાએ હુમલા કર્યા જ્યારે પાકિસ્તાનના દાવા પ્રમાણે ભારતે કુલ છ જગ્યાએ હુમલા કર્યા.

પાકિસ્તાનમાં હવાઈ હુમલા પછી ત્યાં કેવી હાલત થઈ હતી તે આ 10 તસવીરોમાં જોઈ શકાય છે.

બીજી તરફ ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં ભારતના ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા.

એ સમયે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રને નામ સંબોધનમાં કહ્યું કે 'ભારતે આક્રમણ કરીને જે ભૂલ કરી છે તેનાં ગંભીર પરિણામ ભોગવવા પડશે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન