ગુજરાતમાં વાવણીલાયક વરસાદને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં વાવણીલાયક વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાત હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જોકે આખા રાજ્યમાં વરસાદની આગાહી નથી.
રાજ્યમાં વરસાદ ન પડતાં ખેડૂતો સહિત અનેક લોકો ચિંતાતુર પણ બન્યા છે.
ચોમાસું સામાન્ય રીતે દર વર્ષ કરતાં આ વખતે રાજ્યમાં મોડું પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ લાવે તેવા પવનોની ગતિ વધતી નથી રહી.
એવામાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પણ વાવણી કરી શક્યા નથી અને આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



