હવામાન વિભાગે આગામી દિવસોમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી?

હવામાન વિભાગે આગામી દિવસોમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી?
પ્રકાશિત

આગામી દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે, 01 જુલાઈ 2026ના રોજ, ઉત્તર અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, ગુજરાત, સમગ્ર દમણ અને દીવ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વધુ કેટલાક ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગો, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, સમગ્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા તેમજ પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે.

ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે છેલ્લા એક દિવસમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન