ઈરાન : અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા લોકોની ભારે ભીડ ઊમટી, મસ્જિદના દરવાજા ખોલવામાં આવ્યા – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઈરાનની રાજધાની તહેરાનમાં દેશના સુપ્રીમ લીડર રહેલા આયતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં સામેલ થવા માટે લોકોની ભીડ વધી રહી છે.

બીબીસી પર્શિયન સેવા અનુસાર, ઈરાની મીડિયાના રિપોર્ટ અનુસાર તહેરાનના મોસલ્લા સ્થિત મસ્જિદમાં લોકોની સંખ્યા વધવાને કારણે સમારોહ સ્થળના ઉત્તરી દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે.

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે ઈરાન અને ઇરાકનાં વિભિન્ન શહેરોમાં આયોજિત સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થશે, આ સમારોહ છ દિવસ સુધી ચાલશે.

આ દરમિયાન, ઇરાકના સમાચાર સૂત્રો અનુસાર બુધવારના અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે દેશની રાજધાની બગદાદમાં બંધ પાડવામાં આવશે.

ખામેનેઈનો અંતિમ સંસ્કાર સમારોહ ગુરુવારના તેમના વતન મશહદમાં પૂર્ણ થશે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

ટેલર સ્વિફ્ટ અને ફૂટબૉલર ટ્રૅવિસ કેલ્સીએ કર્યાં લગ્ન

પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટ અને અમેરિકાના ફૂટબૉલ ખેલાડી ટ્રૅવિસ કેલ્સીએ ન્યૂયૉર્ક સિટીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યાં છે. આ સમારોહનું સંચાલન કૉમેડિયન એડમ સૅંડલરે કર્યું હતું.

સ્વિફ્ટનાં લાંબા સમય સુધી પબ્લિસિસ્ટ રહેલાં ટ્રી પેન પ્રમાણે, બંનેએ ક્રિશ્ચિયન ડિયોરનાં કપડાં પહેર્યાં હતાં. તથા લગ્નમાં બ્રાઇડ્સમેડ્સ અને ગ્રૂમ્સમૅન નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો.

તેની જગ્યાએ સ્વિફ્ટના ભાઈ ઑસ્ટિન સ્વિફ્ટે તેના 'મૅન ઑફ ઑનર'ની ભૂમિકા ભજવી, જ્યારે કે પૂર્વ અમેરિકન ફૂટબૉલ ખેલાડી જેસન કેલ્સી વરરાજાના 'બેસ્ટ મૅન' બન્યા.

મૅડિસન સ્ક્વેયર ગાર્ડનમાં આયોજિત આ સમારોને કારણે મૅનહૅડનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક બંધ કરવો પડ્યો હતો. હૉલીવૂડની ઘણી હસ્તીઓ તેમાં સામેલ થઈ હતી. જેને સંભવત: સદીની સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે.

અભિનેતા હ્યૂ ગ્રાન્ડ અ જેસન સુદેકિસ, ગાયક બેંસન બૂન અને મૉડલ ગિગી હદીદ પણ નજર આવ્યાં.

નેતન્યાહૂ અને ટ્રમ્પની થશે મુલાકાત, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે બીજું શું કહ્યું?

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જલદી મુલાકાત કરવાના છે.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન મળવા પર સહમતિ વ્યક્ત થઈ છે.

આ ફોન કૉલ દ્વારા બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પને અમેરિકાની સ્થાપનાનાં 250 વર્ષનાં અભિનંદન પણ પાઠવ્યાં.

નિવેદન અનુસાર, નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકા દુનિયામાં આઝાદીનું ગૅરેન્ટર છે અને ઇઝરાયલ બંને દેશો વચ્ચે ઘનિષ્છ સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે."

ભારતીય પ્રતિનિધિમંડળે તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી

ઈરાનની રાજધાની તહેરાનમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળે ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારત સરકારના આધિકારિક પ્રતિનિધિમંડળમાં બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સામેલ છે.

બિહારના રાજ્યપાલે સોશિયલ મીડિયા હૅન્ડલ પર સેરેમનીની તસવીરો શૅર કરી હતી અને એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સાથે આજે (શુક્રવારે) તહેરાનમાં આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને હાલના સંઘર્ષમાં જીવ ગુમાવારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. "

વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ પણ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર તસવીરો શૅર કરી હતી.

તેમણે કહ્યું કે, "બિહારના રાજ્યપાલ અને મેં તહેરાનમાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમે ભારત સરકાર અને ભારતની જનતા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી."

ઈરાનમાં અલી ખામેનેઈનાં અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે વિદેશી મહેમાનો તહેરાન પહોંચ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન