You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેંકડો મૃતદેહો દફનાવ્યા વિના સડી ગયા, સ્મશાનના અધિકારીએ શું કર્યું હતું?
ચેતવણી: આ અહેવાલની વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.
જાસ્મિન બેવર્લીને સમજાતું નહોતું કે તેમના મૃત જન્મેલા બાળક, સનીની અંતિમ ક્રિયા બાદ પણ તેની અસ્થિઓના કળશને જે લાકડાની બૉક્સમાં મૃતદેહને પહોંચાડવામાં આવ્યો તેમાં જ કેમ સોંપવામાં આવ્યો.
તેમણે બીબીસી ન્યૂઝનાઇટને કહ્યું, "બાળકને ચોક્કસપણે તે બૉક્સ સાથે સ્મશાનમાં મૂકવામાં આવ્યું હશે. તેને કાઢવામાં નહીં આવ્યું હોય. તેથી આ એ જ બૉક્સ કેમ હતી એ અંગે હું વિચારવા લાગી."
જાસ્મિન બેવર્લી કહે છે, "મારા પતિએ કહ્યું કે તે આના જેવું બીજું બૉક્સ હોઈ શકે, પરંતુ મેં જોયું કે બૉક્સ જે લાકડામાંથી બનાવાયું હતું, તેમાં એક કાપો હતો, અને મને ખબર પડી કે આ એ જ બૉક્સ છે."
પરંતુ જાસ્મિને પોતાના મનમાં રહેલી શંકાઓને દબાવી દીધી અને બાળકની યાદમાં અને તેના અલગ થવાના દુઃખમાંથી બહાર આવવા માટે દરરોજ સનીના કળશ સાફ કરવા લાગ્યાં.
પરંતુ બે વર્ષ પછી, જાસ્મિન તેમના પાંચમા બાળક સાથે સાત મહિનાનાં ગર્ભવતી હતાં.
એ સમયે, પોલીસે જાસ્મિનનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કળશમાં રહેલા અસ્થિ સનીનાં ન હોઈ શકે અને તે કોઈ અજાણી વ્યક્તિનાં છે.
જાસ્મિને કળશ પોલીસને સોંપી દીધો. અધિકારીઓને બાદમાં સ્મશાનગૃહમાં સનીનો અંતિમ સંસ્કાર કર્યા વગરનો મૃતદેહ મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
48 વર્ષીય અંડરટેકર (અંતિમ વિધિ કરનાર વ્યક્તિ) રૉબર્ટ બુશે બ્રિટનના ઉત્તર ભાગે આવેલા શહેર હલમાં કાર્યરત તેમની કંપની, લેગસી ઇન્ડિપેન્ડન્ટ ફ્યૂનરલ ડિરેક્ટર્સ સાથે સંકળાયેલા 67 આરોપો કબૂલ કર્યા છે.
તેણે માત્ર શોકગ્રસ્ત પરિવારો અન્ય કોઈના અસ્થિ ન આપ્યા અને લાંબા સમય સુધી તેમના સ્વજનોના સડી ગયેલા મૃતદેહોને જ રાખ્યા ન હતા, પરંતુ તેણે ધર્માદો કરતી સંસ્થાઓ પાસેથી પણ ચોરી કહી હતી અને ઍડવાન્સમાં અંતિમ સંસ્કારનું આયોજન કરનારાને બનાવટી પ્લાન્સ વેચી દીધા હતા.
બુશના એક ભૂતપૂર્વ કર્મચારીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તે તેમના વીજળી બિલમાં ઘટાડો કરવા માટે શબઘરમાં રેફ્રિજરેટર પણ બંધ કરી દેતો.
પેટ્રિક મૂરના કારણે બુશનું સત્ય સામે આવ્યું, મૂર એક કામચલાઉ કર્મચારી હતા, પોતાની ઓળખ બે બાળકોના પિતા તરીકે આપનાર મૂર બુશની કંપનીમાં કામ કરતા હતા. તેઓ એક "રેગ્યુલર કર્મચારી હતા જે બધું કામ કરતા."
સત્ય કેવી રીતે બહાર આવ્યું?
માર્ચ 2024માં, બુશ મોટરસાઇકલ રેસ જોવા માટે લૉસ એન્જલસ ગયા હતા.
66 વર્ષીય મૂરે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ "લગભગ ચાર દિવસ માટે જવાબદારીઓ સંભાળવા માટે" મૂરને પાછળ મૂકી ગયા હતા.
મૂરને કડક આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ કોઈ પણ મૃતદેહને 'લેગસી સેન્ટર'માં ન લાવે.
મૂરે કહ્યું, "તેમણે કહ્યું, 'જો કોઈ આવે, તો દરવાજો ન ખોલતા. કોઈના માટે નહીં.'"
પરંતુ મૂરે સ્થાનિક નર્સિંગ હોમમાંથી મૃતદેહ લેવા માટે બીજા સ્મશાનગૃહમાંથી ખરીદેલા સ્ટ્રેચરનો ઉપયોગ કર્યા પછી, મૃતદેહ લેવા આવેલા બે માણસોએ લેગસીના પરિસરમાં ડોકિંયયું કર્યું. તેમને શંકા ગઈ અને તેમને ત્યાં મૃતદેહોની સંખ્યા વિશે પૂછ્યું.
મૂરે કહ્યું કે તેમણે ત્યાં 29 જેટલા મૃતદેહો ગણ્યા છે, તેમણે આ સ્થળની તુલના "ભયાનક દૃશ્ય" સાથે કરી અને ઉમેર્યું, "તમને તેના વિશે અડધી પણ ખબર નથી, મૃતદેહો વર્ષોથી ત્યાં છે."
પ્રૉસિક્યૂટર્સે હલ ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે "આઘાત પામેલા" અંતિમ સંસ્કાર કરનારા કામદારોએ પોલીસ વાન રોકી અને સમગ્ર વાત જણાવી.
'માનવ મૃતદેહોની અડધો ટન રાખ મળી આવી'
પોલીસે સ્મશાનગૃહમાંથી 35 મૃતદેહ અને ઓછામાં ઓછા 163 લોકોના મૃતદેહોનાં અડધા ટન જેટલાં અસ્થિ અને રાખ મળી આવ્યાં.
કોર્ટને કહેવામાં આવ્યું હતું કે મોટા ભાગના મૃતદેહો "ખુલ્લા અને વિઘટનના વિવિધ તબક્કામાં" હતા.
સ્મશાનગૃહ "ગંદું અને અવ્યવસ્થિત" હોવાનું જાણવા મળ્યું.
રાખ, મૃતકોનો અંગત સામાન, ફૂલો, રમકડાં અને શુભેચ્છા કાર્ડ બધું "ચારેકોર વિખરાયેલું" હતું.
અંધાધૂંધી વચ્ચે, અધિકારીઓને એક ભૂરા રંગની કાગળની થેલી મળી જેમાં એક નાની વસ્તુ હતી જેને શરૂઆતમાં તેઓ પક્ષીનું બચ્ચું માની રહ્યા હતા.
પાછળથી, તેમને તેની કમર પર હૉસ્પિટલના બે હાથ પર પહેરવાના પટ્ટા વીંટાળેલા મળ્યા. તેમાં લખ્યું હતું, "જાસ્મિન બેવર્લીનું બાળક, જન્મ: 13/05/22 05:04 AM."
વર્ષો સુધી રઝળતા રહ્યા મૃતદેહો?
બુશે કબૂલ્યું કે તેમણે જાસ્મિન સહિત ત્રણ અન્ય મહિલાઓને એવો દાવો કરીને છેતર્યાં હતાં કે તેમણે તેમને આપેલી રાખ તેમના મૃત બાળકની છે.
જોકે, સની એકમાત્ર મૃત બાળક હતું, જે કંપાઉન્ડમાં મળી આવ્યું હતું.
જાસ્મિને હજુ પણ લેગસીના મુખ્યાલયના નાના પ્રાર્થનાખંડમાં યોજાયેલી સનીની અંતિમ વિધિને "સુંદર" યાદ તરીકે સંઘરી રાખી છે. તેમને કળશ સાફ કરવાના કામથી પણ શાંતિ મળતી.
તેઓ કહે છે, "તે કળશમાં જે કોઈ પણ હતું, તેની કાળજી મારા બાળક જેટલી જ પ્રેમપૂર્વક જ કરાઈ છે."
પરંતુ પાછળથી ખબર પડી કે સનીનો મૃતદેહ ઘણાં વર્ષોથી સ્મશાનગૃહમાં દફનાવ્યા વિના જ રઝળી રહ્યો હતો.
આના કારણે છ મહિનાનાં ગર્ભવતી જાસ્મિન ઊંડા ડિપ્રેશનમાં જતાં રહ્યાં. તેઓ કહે છે કે તેમને આત્મહત્યાના વિચારો પણ આવતા.
તેઓ કહે છે, "તે ખૂબ જ તણાવપૂર્ણ હતું." "મારી ઊંઘ ઊડી ગઈ અને મને ખૂબ જ નબળાઈ અનુભવાતી."
"મારા મનમાં આ બાળકને પણ ગુમાવવાના વિચારો આવી રહ્યા હતા, પણ લોકોએ કહ્યું, 'આટલું મૂર્ખતાપૂર્ણ ન વિચાર, તને કંઈ નહીં થાય, તું હવે બાળકને જન્મ આપવાની ખૂબ નજીક છે.'"
જાસ્મિન કહે છે, "પરંતુ સની સાથે જે બન્યું, અને મારા ગર્ભમાં રહેલા બાળક સાથે પણ આવું થશે તે ડરે મારા મન પર ખરેખર અસર કરી. આ વિચારોએ મારી ગર્ભાવસ્થાના છેલ્લા બે મહિના સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યા."
જોકે, પરિવાર આખરે સનીના અંતિમ સંસ્કાર બીજી વખત કરવામાં સફળ રહ્યો. હવે તેના મૃતદેહે તેનાં પરદાદા-પરદાદીની કબરની પાસે દફનાવી દેવાયો છે.
જાસ્મિન કહે છે, "તે આખરે ઘરે પહોંચી ગયો છે, એ વાત સારી છે."
તેઓ ઉમેરે છે કે તેઓ 'લેગસી કંપની'ના આ કાવતરાથી સનીની યાદને કલંકિત થવા નહીં દે.
31 જુલાઈના રોજ બુશની સજાની સુનાવણીનો અંતિમ દિવસ હતો, એ દિવસે વંચાયેલાં પીડિતોનાં નિવેદન પૈકી પ્રથમ કેરન કિંગનું હતું.
તેમના પિતાનો મૃતદેહ તેમના મૃત્યુના દસ મહિના પછી મળી આવ્યો હતો. બુશે તેમના અને તેમનાં માતા માટે મૃત પિતાની રાખમાંથી ચેઇન બનાવી હતી.
તેમણે લખ્યું, "મને હવે વિશ્વાસઘાત થયો હોય તેવું લાગે છે, કારણ કે મારે કોઈ અજાણી વ્યક્તિની રાખ મારી નજીક રાખવી પડે છે."
બીબીસી સાથે વાત કરતા અન્ય એક પીડિતે જણાવ્યું કે તેમને સોંપાયેલી રાખ, જે હવે કોઈ અજાણી વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે, તેમાં શાહી ભેળવીને પોતાના સ્વજનની યાદમાં ટેટૂ કરાવ્યું હતું.
'મને કહેવાયું કે રાખ મારા બાળકની નહીં પણ કોઈ પ્રાણીની હતી'
બુશ દ્વારા છેતરાયેલાં અન્ય એક શોકગ્રસ્ત માતા, અંતે પોતાના બાળકના શરીરના અન્ય ભાગો શોધી ન શક્યાં.
ગર્ભપાત પછી, લેગસી કંપનીએ 10 મે, 2021ના રોજ લ્યુસી નેસના મૃત બાળકના અંતિમ સંસ્કારનું આયોજન કર્યું હતું.
બીજા દિવસે, બુશે તેમનો સંપર્ક કર્યો અને રાખ ઉપાડવાનું કહ્યું, અને લ્યુસીએ સૂચન મુજબ જ કર્યું.
ત્રણ વર્ષ પછી, જ્યારે હમ્બરસાઇડ પોલીસે જાહેરાત કરી કે તેઓ લેગસીની તપાસ કરી રહ્યા છે, ત્યારે લ્યુસીએ પીડિતો માટે સ્થાપિત હેલ્પલાઇનનો સંપર્ક કર્યો.
પોલીસે પાછળથી તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેમના ઘરમાં રહેલી રાખ તેમના બાળકની ન હોઈ શકે.
જ્યારે અધિકારીઓએ સ્મશાનગૃહના રેકૉર્ડ તપાસ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે બુશે લ્યુસીને કળશ આપ્યાના બે દિવસ પછી, 13 મેના રોજ બાળકના અવશેષો ખરીદ્યા હતા.
તેઓ કહે છે, "પોલીસ મને રૂબરૂ મળવા આવી અને કહ્યું કે તેણે મને જે રાખ આપી હતી તે કોઈ પ્રાણીની હતી."
લ્યુસી કહે છે, "તે કળશ મારા બાળકના સ્કૅન ફોટોની બાજુમાં મારા શેલ્ફ પર હતો અને ખૂબ પ્રેમથી તેની સંભાળ રાખવામાં આવી હતી. મને વિશ્વાસ જ નહોતો આવતો કે આ હકીકત છે."
સુરક્ષા જાળવવી જેની ફરજ હોય એવી વ્યક્તિ મારા પરિવાર સાથે આવું કઈ રીતે કરી શકે?
"મને ક્યારેય ખબર નહીં પડે કે મારા બાળકનું શું થયું. તેને (બુશ) કદાચ ખબર પણ નહીં હોય, કારણ કે તેણે આટલા બધા લોકો સાથે આવું કર્યું હતું."
લ્યુસી કહે છે, "પણ મને આશા છે કે મારા બાળકની રાખ એવી વ્યક્તિ પાસે હશે જે તેને મારા જેટલો જ પ્રેમ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન