You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કેટલીક જગ્યાએ જળબંબાકાર બાદ ફરી વિરામ, હવે વરસાદનું જોર ક્યારથી વધી શકે?
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બાદ વરસાદનું જોર ઘટ્યું છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકૂં રહ્યું છે.
ગુજરાતમાં આમ પણ ચોમાસું આ વખતે મોડું શરૂ થયું છે. ચોમાસાની સિઝનનો વરસાદ પડ્યા બાદ વરસાદે થોડો સમય વિરામ લીધો છે. જોકે આગામી દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા ઓછી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું.
તેમ છતાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોઈએ એટલું રહ્યું નથી.
અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ હજુ સુધી સામાન્ય રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ચોમાસું ક્યાં નબળું પડી ગયું?
ગઈ કાલે 10 જુલાઈએ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયો બનેલો હતો. એટલે કે એક પ્રકારની વરસાદી સિસ્ટમ, જે આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવે છે.
જોકે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે ધીમે નબળી પડે તેવી શક્યતા વધારે છે.
એનો અર્થ એ થાય કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. એટલું જ નહીં ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત્ રહી શકે છે.
હાલના સમયમાં બંગાળની ખાડીમાં એવી કોઈ વરસાદી સિસ્ટમ બની નથી રહી છે.
હવામાન વિભાગનાં વિવિધ મૉડલોનાં અનુમાન પ્રમાણે, આવનારા દિવસોમાં એવી કોઈ સિસ્ટમ બને તેવી પણ શક્યતા ઓછી છે.
ગુજરાત તરફની જે વરસાદી સિસ્ટમ હતી એ હવે રાજસ્થાન બાજુ પહોંચીને રાજધાની દિલ્હી તરફ જતી રહી છે.
તેમજ આગામી દિવસોમાં હવે ઉત્તર ભારત, ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં ક્યારથી વરસાદનું જોર વધી શકે છે?
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસ આખા ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જોકે હવે પછી વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.
11 જુલાઈ એટલે કે આજના દિવસે હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં હળવોથી સામાન્યથી વરસાદ પડી શકે છે.
ત્યાર પછીના દિવસોમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
12 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહેવલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બાકીના જિલ્લામાં હવામાન સૂકું રહેશે. એટલે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.
તો 13 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહેવલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
14 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહેવલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં કેટલાંક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના બુલેટિન પર નજર કરીએ તો રાજ્યમાં ઘણા જિલ્લામાં હવે પછીના દિવસોમાં વરસાદની શક્યતા બહુ ઓછી છે. તેમજ રાજ્યમાં ભારે વરસાદની પણ કોઈ શક્યતા નથી.
એટલે 16 તારીખ સુધી ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. આથી એ પછીના દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન